Thursday, 20 April 2017

http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1

🌺🌺🌺🌺🌺🌺🌺
ભગતી કેરો મારગ રે ફુલડા કેરી પાખડી રે.. સુંઘે તેને સ્વાદ અનેરો હોય રે હા.. હા
એવો ભગતી કેરો.મારગ રે

કરણીના પુરારે સુરા થઇને ચાલશે રે.. કાયર જોને ખાશે  જમ કેરો માર રે. હા.... હા
એવો ભગતી કેરો.મારગ.રે

ધરણીના ધીંગા રે પુરા નર જે હશે રે હા. મરજીવા તો ખેલ રે મેદાન રે હા... હા...        એવો ભગતી કેરો મારગ રે..

સ્વાદ ને સુગંધ રે ગોપીચંદ ભરથરી રે..જેને વાતમા ઉપજ્યો વેરાગ રે હા.... હા. એવો ભગતી કેરો મારગ રે..

ગુરુ પ્રતાપે રે જેઠીરામ બોલીયા રે દેજો અમને સંત ચરણ માં વાસરટ રે. હા...હા. એવો ભગતી કેરો મારગ રે ફુલડા કેરી પાખડી રે
🌺🌺🌺🌺🌺🌺🌺
Type Arvind Jidiya
20-04-2017
8128140089

No comments:

Post a Comment