Saturday, 18 March 2017

વાયક આવ્યાં રે સંતો દો જણાં, ત્રીજું કેમ સમાય રે ? પંથ ઘણો ને જાવું એકલું, પાળા કેમ ચલાય રે ? શબદુંના બાંધ્યા સંતો કેમ રે’વે હાં ! સાધ હોય ઈ સંતો કેમ રે’વે સોનલ કટારી સતીએ કર ધરી પાળી માંડી છે પેટ; કૂખ છેદી, કુંવર જલમિયો, એ જી જન્મ્યો માઝમ રાત. – શબદુંના Arvindjidiya. blogspot. In હીરની દોરીએ બાંધ્યો હીંચકો, બાંધ્યો આંબા કેરી ડાળ; પવન હીંચોળા હરિ મોકલે આતમ તારો ઓધાર. – શબદુંના. બાઈ પાડોશણ મારી બે’નડી, રોતાં રાખ્યે નાનાં બાળ; અમારે જાવું ધણીને માંડવે, તારા કે’શું ઝાઝા રે જુવાર. – શબદુંના. ત્યાંથી તોળી રાણી ચાલિયાં આવ્યાં વનરા મોજાર; વનમાં વસે એક વાંદરી, ઠેકે મોટેરાં ઠેક રે. – શબદુંના. ત્યારે તોળી રાણી બોલિયાં સાંભળો વનરાના રાય ! ઉરે રે વળગાડી તારાં બચળાં રખે રે ભૂલતી તું ચોટ. – શબદુંના. મારાં રે બચળાં મારી ઉરમાં, તોળી રાણી, તારાં તો સંભાળ; કોળીયા અન્નને કારણે, પૂતર મેલ્યો આંબાની ડાળ. – શબદુંના. Arvindjidiya. Blogspot.in પૂતર સ ંભાળ્યો, પાનો ચડ્યો; પ્રાણમાં વધી છે પીડ, ધાન હતાં તે સતીનાં થરહર્યાં, પડતાં છોડિયાં છે પ્રાણ. – શબદુંના. મોટ બાંધીને માથે ધર્યો, ચાલ્યા ધણીને દુવાર, એકલડા પંથ ન ઉકલે બેદલ થિયો મારો બેલી. – શબદુંના. ગતમાં ઉતારી ગાંસડી, ગત કાંઈ કરે છે આરાધ; સામા મોહોલ મહારાજના, દીપક રચિયેલ ચાર. – શબદુંના. તમારે જાગ્યે જામો જામશે; બોલિયા જેસલ રાય, સાસટિયા કાઠીની વિનતિ; જાગો તોળલદે નાર. – શબદુંના. ૧૯/૦૩/૨૦૧૭ અરવિંદ જીડીયા 8128140089

No comments:

Post a Comment