તોરલ રે સમજાવે જાડેજાને શાનમાં તમે સમજો જેસલ રાય રે હા.. હા....
ગુરુને ગોતીલ્યો ગગન મંડળમાં સતગુરુજી બતાવે સાચી સાન. તોરલરે સમજાવે જાડેજાને શાનમાં........
એવી સાન રે સમજીલ્યો ગુરુદેવની એ વરતો તમે વચનોની માય આવુ તોરલરે સમજાવે જાડેજાને શાનમાં...
ગુરુરે વિના ના પારનહી પહોચીયે સતગુરુ ઉતારે ભવપાર. તોરલ રે સમજાવે જાડેજાને શાનમાં..
એવા વાણી ને વર્તન ઉજળા કાયમ રાખજો જપો તમે જરણા માયલા જાપ. એ તોરલ રે સમજાવે જાડેજા ને શાનમાં....
ગુરુના પ્રતાપે સતીતોરલ આવુ બોલીયા જાવુમારે અલખ ધણી ને દ્રાર. તોરલરે સમજાવે જાડેજા ને શાનમા
http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1
Type Arvind 1/04/2017 Jidiya 8128140089
No comments:
Post a Comment