પાધરની પનિહારી પૂછું મારી બેન , એવા મારગડા બતાવો ને અંજાર શહેરના રે..જી એવા ઘર તો બતાવો જેસલ પીરના...એ..જી........
ડાબો મારગ દ્વારીકામાં જાય.. એવો જમણો મારગ અંજાર શહેરનો રે..જી
http://arvindjidiya.blogspot.in/2017/03/arvindjidiya-blogspot-in-arvindjidiya.html?m=1
ઘુઘરીયાળો ઝાંપલો ને રુપલે મઢ્યા કમાડ..ફળીયા રે વચમાં પારસ પીપળો એ..જી
આંગણીયે વવરાવેલ નાગરવેલ.. ચોક રે વચમાં ચંપો રોપીયો..એ..જી
આવો મારા માડીજાયા વીર.એવા હેતે રે લીધા રે સંતોના ઓવારણા એ..જી
સતી કરે સંતોના સન્માન..એવા સાચા રે મોતીડે સંતને વધાવીયા એ...જી
સતી રાંધે ચોખલીયાળા ભાત.એવા હેતે ને પ્રીતે રે સંતને જમાડીયા એ..જી બોલ્યા બોલ્યા ખીમડીયો કોટવાળ.. મારા સાધુડા અમરાપુરમા માલશે રે..એજી
૧૯/૦૩/૨૦૧૭. અરવિંદ જીડીયા
8128140089
No comments:
Post a Comment