Saturday, 18 March 2017

પ્રીતમ વરની ચૂંદડી રે‚ મહાસંતો વોરવાને મળિયા રે ; જે રે ઓઢે તે અમર રે’વે ને‚ અકળ કળામાં જઈ ભળિયા રે…પ્રીતમ વર ધર્મના ધોરી લઈને, હરિનામ હળ તો જોતરીયા રે, ધીરજની ધરતી ખેડીયું રે, રાડું પાડે રાંપડીયા... પ્રીતમ વરની પવન સરુપી મેહુલા ઊઠિયા‚ વરસે વેરાગની વાદળિયું રે ; ગગન ગરજે ને ઘોર્યું દિયે‚ સોઈ દશ ચમકે વીજળીયું રે…પ્રીતમ વરની વિચાર કરીને વણ વાવિયું‚ મન તો મુનિવરનું ઠરિયું રે ; આનંદ સ્વરૂપી ઊગિયું‚ ફાલી ફૂલડે બહુ ફળિયું રે…પ્રીતમ વરની વિવેકથી વણ ને વીણિયું‚ સીતારામ ચરખે જઈ ચડિયું રે ; કુબુધ્ધિ કપાસીયા કોરે કરી, પ્રેમની પૂણીયું વણીયું રે... પ્રીતમ વરની સોમેરી સદગુરુ નામની, સત ને સણકે ચડીયું રે, જ્ઞાન ને ધ્યાનના એમાં બૂટા ભર્યા‚ વણનારા વેધુ બહુ બળીયા રે… પ્રીતમ વરની સોય લીધી ગુરુ ગમ તણી ‚ દશનામ દોરો એમાં ભર્યો રે ; સમદ્રષ્ટિથી સીવી ચૂંદડી‚ રંગ નિત સવાયો ચડિયો રે…પ્રીતમ વરની મનનો માંડવડો નાંખિયો‚ ગીતડાં ગાયાં છે સાહેલિયું રે ; માયાનો માણેકથંભ રોપિયો‚ ખમૈયાની ખારેકું વેચાણિયું રે… પ્રીતમ વરની શિવ ને બ્રહ્મા સોંઢયા જાનમાં‚ સૂરતા સ્મૃતિ બે જાનડિયું રે ; ગમના ગણેશ બેસાડિયા‚ સાબદી થઈ છે વેલડિયું રે…પ્રીતમ વરની ધૂંસર, મૂંસર ને રવૈયો, સાગ સળિયો ને તિરલો, પ્રપંચના કીધા પીંડીયા, સુક્ષ્મણા પોંખે શામળીયું...પ્રીતમ વરની ગુરુદેવે દીધી કન્યાદાનમા, ભક્તિ મુક્તિ બે ગાવડીયા, પરણાવ્યા પરિબ્રહ્મને, નારદે વીણા લઈને વળીયા...પ્રીતમ વરની હરદમ રથ લઈને જોડીયા‚ ઈ રથ(જાનું) અહર્નિશ ચડિયા રે ; ગુરુ પ્રતાપે મૂળદાસ બોલિયા‚ હવે રથ વૈંકુંઠમાં વળિયા રે...પ્રીતમ વર ૧૮/૦૩/૨૦૧૭ . . અરવિંદ જીડીયા

નબજીયા બૈદ ક્યા દેખે મુજે દીલકી બીમારી હૈ. કબી કફરોગ બતલાવે કબી તાસીર ગરમી કી, જીગર કા હાલ તું મેરા નહીં જાને અનારી હૈ .... નબજીયા બૈદ ક્યા દેખે મુજે દીલકી બીમારી હૈ. સનમ કી મોહની સુરત બસી દીલ બીચ મેં મેરે, ન મન મે ચૈન હૈ તનકી ખબર સારી બિસારી હૈ .... નબજીયા બૈદ ક્યા દેખે મુજે દીલકી બીમારી હૈ. અસર કરતી નહીં કોઈ દવાઈ કી મીયાં તેરી, બિના દીદાર દારુ કે મિટે નહીં બેકરારી હૈ .... નબજીયા બૈદ ક્યા દેખે મુજે દીલકી બીમારી હૈ. અગર દીલદાર કો મેરે મિલાવે તું મુજસે, બો બ્રહ્માનંદ ગુણતેરા કરું મૈ યાદગારી હૈ .... નબજીયા બૈદ ક્યા દેખે મુજે દીલકી બીમારી હૈ.
જય હો સંતવાણી
  • ૧૭/૦૩/૨૦૧૭ Arvind jidiya

No comments:

Post a Comment